શ્રીગંગાનગરમાં 101 રૂપિયે વેચાઈ રહ્યું છે પેટ્રોલ, જાણો આપના શહેરમાં શું છે ભાવ

શ્રીગંગાનગરમાં 101 રૂપિયે વેચાઈ રહ્યું છે પેટ્રોલ, જાણો આપના શહેરમાં શું છે ભાવ
જાન્યુઆરી મહિનામાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 10 વાર કર્યો ભાવ વધારો

જાન્યુઆરી મહિનામાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં 10 વાર કર્યો ભાવ વધારો

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતીય ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL)એ આજે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Diesel Petrol Price Today) કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હી (Delhi)માં શુક્રવારે પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 86.30 રૂપિયા પ્રતિ લીટર રહી. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી બુધવારે ભાવ વધાર્યા બાદ અનેક શહેરોમાં કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. કંપનીઓ તરફથી ભાવ વધારવાના કારણે રાજસ્થાન (Rajasthan)ના શ્રીગંગાનગર (Sriganganagar)માં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 93 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે.

    આમ જોવા જઈએ તો આ વર્ષે 29 દિવસમાં માત્ર 10 દિવસ જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. પરંતુ આ દરમિયાન પેટ્રોલનો ભાવ 2.59 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ચૂક્યો છે. આ વર્ષે ડીઝલના ભાવ (Diesel Price Hike)માં પણ 2.35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.



    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 29 January 2021)

    દિલ્હી- પેટ્રોલ 86.35 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 87.69 રૂપિયા અને ડીઝલ 80.08 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 88.82 રૂપિયા અને ડીઝલ 81.71 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ‘જૂલી’એ 5 Puppiesને જન્મ આપ્યો તો માલિકે 12 ગામના લોકોને આપી Grand Party

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, ઘરે બેઠાં આવી રીતે વેરિફાય કરો આપનું PAN કાર્ડ, લાગશે માત્ર 2 મિનિટનો સમય

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 29, 2021, 08:38 am

    ટૉપ ન્યૂઝ