સતત બીજા દિવસે સસ્તું થયું Diesel, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

સતત બીજા દિવસે સસ્તું થયું Diesel, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
સપ્ટેમ્બર મહિનામાં 1.02 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ, શું છે સોમવારે ડીઝલનો ભાવ?

સપ્ટેમ્બર મહિનામાં 1.02 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ, શું છે સોમવારે ડીઝલનો ભાવ?

  • Share this:
    નવી દિલ્હીઃ ડિમાન્ડમાં ઘટાડો નોંધાવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ (Crude Oil Price)માં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસોને પણ તેનો લાભ મળી રહ્યો છે. જોકે, હજુ લાભ પૂરો તો નથી મળતો પરંતુ આંશિક મળી રહ્યો છે. મૂળે, ગત થોડા સમયમાં જેટલી ઝડપથી કાચા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, તે હિસાબથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol-Diesel Rates) ઘટાડો નથી થયો. આ દરમિયાન સતત અનેક દિવસોથી ઓઇલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરી રહી. જોકે, આજે સતત બીજા દિવસે પણ અનેક શહેરોમાં ડીઝલ સસ્તું થયું છે.

    સપ્ટેમ્બરમાં 1.02 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ



    ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં સતત તેજી જોવા મળી હતી. રાજધાની દિલ્હીમાં જ લગભગ 16 પાર્ટમાં પેટ્રોલના ભાવમાં કુલ 1.65 રૂપિયાનો વધારો થયો હતો. જોકે થોડાક સમયમાં તેમાં ઘટાડો નોંધાયો છે. 21 સપ્ટેમ્બર સુધી તેમાં લગભગ 1.02 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે.

    પેટ્રોલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નથી થયો. આજે પણ અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ સ્થિર છે. આજે ચેન્નઈમાં પેટ્રોલના ભાવ 84.14 રૂપિયા, દિલ્હીમાં 81.06 રૂપિયા, કોલકાતામાં 82.59 રૂપિયા અને મુંબઈમાં 87.74 રૂપિયા પ્રતિ લીટર જ છે.

    શું છે સોમવારે ડીઝલનો ભાવ?

    આજે સતત બીજા દિવસના ઘટાડા બાદ ચેન્નઈમાં ડીઝલના નવા ભાવ 76.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. અહીં ડીઝલ આજે 13 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. રાજધાની દિલ્હીમાં આજે ડીઝલનો ભાવ 14 પૈસા પ્રતિ લીટર ઘટ્યું છે, ત્યારબાદ હવે અહીં નવો ભાવ 70.80 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે.

    આ પણ વાંચો, Covid-19: Unlock 5.0ની ગાઇડલાઇન આજે થઈ શકે છે જાહેર, મળી શકે છે આ છૂટ

    કોલકાતામાં પણ આજે ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ હવે કોલકાતામાં પ્રતિ લીટર ડીઝલના ભાવ 74.32 રૂપિયા પ્રતિ લીટર પર આવયો ગયો છે. બીજી તરફ મુંબઈમાં પણ ડીઝલના મોરચે આજે લોકોની મામૂલી રાહત મળી છે. મુંબઈમાં આજે ડીઝલ 14 પૈસા સસ્તું થઈને 77.22 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, IPL 2020: KXIP સામે રાજસ્થાન રોયલ્સની ‘ચમત્કારિક’ જીતના 5 કારણો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:September 28, 2020, 08:11 am

    ટૉપ ન્યૂઝ