Home /News /business /

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈ સારા સમાચાર, ચેક કરો આપના શહેરમાં 1 લીટરનો ભાવ

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈ સારા સમાચાર, ચેક કરો આપના શહેરમાં 1 લીટરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના રેટ્સ

    નવી દિલ્હી. એક દિવસની તેજી બાદ સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં આજે કિંમતો સ્થિર છે. રવિવારે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં 15થી 17 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ (Diesel Price Today)માં 25થી 29 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો હતો. આ વધારા બાદ દિલ્હી (Delhi)માં એક લીટર પેટ્રોલનો ભાવ 93.21 રૂપિયા અને ડીઝલ 84.07 રૂપિયા પહોંચી ગયો.

    નોંધનીય છે કે, દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગત 20 દિવસમાં સમયાંતરે અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 4 મે બાદથી અત્યાર સુધી રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 3.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 2.94 રૂપિયા પ્રતિ લીટર સુધી વધ્યો છે.

    આ પણ વાંચો, મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 93.21 રૂપિયા અને ડીઝલ 84.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 99.49 રૂપિયા અને ડીઝલ 91.30 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 94.86 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 93.27 રૂપિયા અને ડીઝલ 86.91 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, લોકડાઉનમાં જે બાળકોનું વજન વધ્યું છે તેમને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ, નિષ્ણાંતોએ આપી આવી ચેતવણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર