Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, ઓક્ટોબરમાં પેટ્રોલ 4.15 રૂપિયા મોંઘું થયું

પેટ્રોલ-ડીઝલની કિંમત ફરી વધી

Petrol Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવારે સવારે છ વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે.

  • Share this:
    નવી દિલ્હી: સરકારી ઓઇલ (Oil companies) કંપનીઓએ આજે મંગળવારે (19 ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) જાહેર કરી દીધા છે. અનેક દિવસ સુધી સતત ભાવ વધારા બાદ મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવ આખા દેશમાં સ્થિર રહ્યા છે. આ પહેલા સોમવારે પણ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો (Petrol-Diesel price hike) કરવામાં આવ્યો હતો. હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈ પર છે. IOCL તરફથી જાહેર કરવામાં આવેલા ભાવ પ્રમાણે દિલ્હીમાં આજે ઇન્ડિયન ઓઇલ (Indian oil) પંપ પર પેટ્રોલની કિંમત 105.84 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 94.57 રૂપિયા પ્રતિ લીટર છે.

    ઓક્ટોબરમાં પેટ્રોલ 4.15 રૂપિયા મોંઘું થયું

    ઓક્ટોબર મહિનામાં અત્યારસુધી ઇંધણની કિંમતમાં 14 વખત વધારો કરવામાં આવ્યો છે. ફક્ત ત્રણ દિવસને બાદ કરતા પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી છે. ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 4.15 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલ 4.70 રૂપિયા મોંઘું થઈ ગયું છે. બીજી તરફ કાચા તેલની કિંમત 90 ડૉલર પ્રતિ બેરલ પહોંચવાનો અંદાજ છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો ચાલુ જ રહેશે તેવું અનુમાન છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 19 October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 105.84 રૂપિયા અને ડીઝલ 94.57 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 111.77 રૂપિયા અને ડીઝલ 102.52 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 103.01 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 106.43 રૂપિયા અને ડીઝલ 97.68 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: 2-3 અઠવાડિયામાં મળશે બમ્પર વળતર, રોકાણ માટે નિષ્ણાતોએ સૂચવ્યા 10 શેર- તમે પણ કરી લો એક નજર

    44 રૂપિયાનું પેટ્રોલ 105 રૂપિયામાં કેમ મળે છે?

    પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે. આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જોડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ VAT લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે. દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે.

    70% ક્રૂડ ઓઇલની આયાત

    ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન (Production of Crude Oil) ખૂબ ઓછું છે. આથી જ 70 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. જે બાદમાં દેશમાં આવેલી રિફાઇનરીઓમાં તેને રિફાઇન કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરે અલગ કરવામાં આવે છે. આ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો હાલ ભાવ 85 ડૉલર પ્રતિ બેરલ (Crude Oil Prices)ની આસપાસ છે.

    6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં કેટલો વધારો?

    સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2014માં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી (Central Excise Duty) 9.48 રૂપિયા પ્રતિ લીટર હતી. જે આજે વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3.56 રૂપિયા પ્રતિ લીટર હતી, જે આજે વધીને 31.80 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

    આ પણ વાંચો: MCXમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું Exit, ચાર અન્ય શેરમાં પણ ભાગીદારી ઘટાડી

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: