Petrol Diesel price today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈ વધારો નહીં, જાણો લેટેસ્ટ ભાવ

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol Diesel price: ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન (Production of Crude Oil) ખૂબ ઓછું છે. આથી જ 70 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે.

  • Share this:
    મુંબઈ: સતત ચાર દિવસ ભાવમાં વધારો થયા બાદ આજે (18-10-2021) સોમવારે પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diedel price unchanged today) આખા દેશમાં સ્થિર રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી અંગે ગઈકાલે એટલે કે રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત (Delhi petrol price) 105.84 રૂપિયા અને ડીઝલની કિંમત (Delhi diesel price) 94.57 રૂપિયા છે. મુંબઈની વાત કરીએ તો પેટ્રોલની કિંમત 111.77 રૂપિયા અને ડીઝલની કિંમત 102.52 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતાની વાત કરીએ તો પેટ્રોલની કિંમત 106.43 રૂપિયા અને ડીઝલની કિંમત 97.68 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઇમાં પેટ્રોલ 10.3.01 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર છે.

    ATF કરતા પેટ્રોલ 33% મોંઘું

    હાલ દેશમાં જે ભાવે પેટ્રોલ મળી રહ્યું છે તે ATF (aviation turbine fuel)થી 33% મોંઘું છે. વિમાનમાં વપરાતા ATFની કિંમત નવી દિલ્હીમાં 79,020.16 પ્રતિ કિલોલીટર અથવા 79 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં પેટ્રોલનો સૌથી વધારે ભાવ રાજસ્થાનના ગંગાનગરમાં છે. અહીં પેટ્રોલ 117.86 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે ડીઝલ 105.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    44 રૂપિયાનું પેટ્રોલ 105 રૂપિયામાં કેમ મળે છે?

    પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે. આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જોડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ VAT લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે. દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે.

    70% ક્રૂડ ઓઇલની આયાત

    ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન (Production of Crude Oil) ખૂબ ઓછું છે. આથી જ 70 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. જે બાદમાં દેશમાં આવેલી રિફાઇનરીઓમાં તેને રિફાઇન કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરે અલગ કરવામાં આવે છે. આ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો હાલ ભાવ 85 ડૉલર પ્રતિ બેરલ (Crude Oil Prices)ની આસપાસ છે.

    6 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝમાં કેટલો વધારો?

    સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2014માં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી (Central Excise Duty) 9.48 રૂપિયા પ્રતિ લીટર હતી. જે આજે વધીને 32.90 રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 3.56 રૂપિયા પ્રતિ લીટર હતી, જે આજે વધીને 31.80 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. નીચે તસવીરમાં જુઓ પેટ્રોલ પર કેટલો ટેક્સ લાગે છે.



    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: