Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો ગુજરાતના 4 શહેરોના લેટેસ્ટ રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Latest Rates: સરકારી ઓઇલ કંપનીઓએ સતત આઠમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો, જાણો આપના શહેરનો રેટ

  • Share this:
    Petrol-Diesel Price, 13th September 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) સપ્તાહના પહેલા દિવસ સોમવાર માટે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના નવા ભાવ (Diesel Price Today) જાહેર કરી દીધા છે. આજે સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં બે વખત ભાવઘટાડો કરાતાં બંને ઈંધણના ભાવ 30 પૈસા પ્રતિ લીટર સુધી ઓછા થયા છે, પરંતુ બંને ઈંધણના ભાવ (Fuel Latest Rates) હજુ પણ ઓલટાઇમ હાઇ પર છે. દેશના મહાનગરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે.

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 13th September 2021)


    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, BARC Recruitment 2021: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધોરણ-12 પાસ માટે નોકરીની તક, 34 હજાર સુધી મળશે પગાર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: