Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા કે મોંઘા? જાણો અમદાવાદ અને સુરતના આજના રેટ્સ

ઘણા લાંબા સમયથી ઇંધણની કિંમતોમાં (Fuel Rates) કોઈ વધારો નથી કરાયો. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: ઓઇલ કંપનીઓએ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કર્યા, ફટાફટ ચેક કરો આપના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 7 September 2021: સરકારી ઓઇલ કંપનીઓએ આજે (7 સપ્ટેમ્બર 2021) માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) મંગળવારે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) કોઈ ફેરફાર નથી કર્યો. રવિવાર બાદથી ઓઇલ કંપનીઓએ કોઈ ફેરફાર નથી કર્યો. નોંધનીય છે કે રવિવારે દેશના અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઘણા લાંબા સમયથી ઇંધણની કિંમતોમાં (Fuel Rates) કોઈ વધારો નથી કરાયો.

    જોકે, હજુ પણ પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ સ્તર પર વેચાઇ રહ્યા છે અને મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે અને અનેક શહેરોમાં તો ડીઝલે પણ 100નો આંકડો પાર કરી દીધો છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 7 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: આ સ્કીમમાં રોજ જમા કરો માત્ર 70 રૂપિયા, આટલા વર્ષોમાં બની જશો લાખોના મલિક, જાણો કેવી રીતે

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.36 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Railway Jobs 2021: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: