Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો ગુજરાતના ચાર શહેરોના ભાવ

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Price Today: સોમવારે પેટ્રોલ કે ડીઝલ ભરાવતા પહેલા જાણી લો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Petrol Diesel Price, 6 September 2021: દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય જનતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી ગયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) સોમવાર, 6 સપ્ટેમ્બર 2021ના ઈંધણના નવા ભાવ (Fuel New Rates) જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતોમાં (Diesel Price Today) કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો. રવિવારે કિંમતોમાં ઘટાડા બાદ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. રવિવારે દેશનના અલગ-અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધી પેટ્રોલનો ભાવમાં ઘટાડો થયો હતો.

    પેટ્રોલના ઓલ ટાઇમ હાઇ ભાવ હોવા છતાં તેના વેચાણ પર કોઈ અસર નથી પડી. આ નાણાકીય વર્ષમાં તેની ડિમાન્ડ રેકોર્ડ સ્તર પર પહોંચવાની શક્યતા છે. સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર રેકોર્ડ ઉત્પાદન ચાર્જનું કલેક્શન કર્યું છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 6 September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.71 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.70 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.30 રૂપિયા અને ડીઝલ 89.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.35 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.04 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.03 રૂપિયા અને ડીઝલ 95.51 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.81 રૂપિયા અને ડીઝલ 95.27 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, જાણો સમગ્ર પ્રક્રિયા

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: