Petrol-Diesel Price Today: જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો 1 લીટરના રેટમાં આજે શું થયો ફેરફાર?

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર સવારે 6 વાગ્યે થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Price Today: શુક્રવારે ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના શું છે ભાવ? જાણો એક ક્લિકમાં

  • Share this:
    Petrol Diesel Price Today, 13 August 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર સવારે 6 વાગ્યે થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દરો લાગુ થઈ જાય છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) શુક્રવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ (Petrol-Diesel Price Today) જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે, આજે ઈંધણની કિંમત (Fuel Rates)માં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. તેની સાથે જ 27 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

    જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો (Crude Oil Rates) ઘટી છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડાની અસર જોવા નથી મળી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય બાબતો જોડ્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. IOCLની વેબસાઇટ મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 101.84 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 89.87 રૂપિયા પ્રતિ લીટર છે.

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 13 August 2021)
    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    13 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 13 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Nokiaના નવા બજેટ સ્માર્ટફોનની કિંમત છે માત્ર 8099 રૂપિયા, મળશે HD+ ડિસ્પ્લે અને 4950mAh બેટરી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: