Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના કારણે જનતા ટેન્શનમાં, 11 દિવસમાં લગભગ 1.50 રૂપિયા થયા મોંઘા

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના કારણે જનતા ટેન્શનમાં, 11 દિવસમાં લગભગ 1.50 રૂપિયા થયા મોંઘા
પ્રતીકાત્મક તસવીર

બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, આપના શહેરમાં શું છે કિંમત આવી રીતે જાણો

  • Share this:
    નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price) દેશમાં 25 મહિનાના ઉપલા સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા 11 દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. નોંધનીય છે કે 11 દિવસમાં ઓઇલના કિંમતો લગભગ 1.50 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ માં (Petrol Diesel) વધારો કર્યો છે. તેને કારણે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 72.65 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરથી પણ વધી ગયો છે. બીજી તરફ ડીઝલનો ભાવ 81રૂપિયા પ્રતી લીટરની નજીક પહોંચી ગયો છે.

    આ કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ



    આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાસાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર 3.56 રૂપિયા. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વાર વધારો કર્યો. આ 15 સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધી હતી.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 2 December 2020)

    દિલ્હી- પેટ્રોલ 82.49 રૂપિયા અને ડીઝલ 72.65 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 89.16 રૂપિયા અને ડીઝલ 79.22 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 84.02 રૂપિયા અને ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 78.06 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, સની દેઓલ થયા કોરોના પોઝિટિવ, મનાલીથી મુંબઈ આવતા પહેલા થઈ પુષ્ટિ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ જુઓ, Viral Video: એમ્બ્યૂલન્સમાં ઘૂસીને સારવાર કરવા લાગ્યો વાંદરો, દર્દીના ઉડ્યા હોશ!

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 02, 2020, 08:08 am

    ટૉપ ન્યૂઝ