Home /News /business /

Petrol Diesel Price Update: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આપના શહેરના Rates

Petrol Diesel Price Update: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આપના શહેરના Rates

15 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો લેટેસ્ટ રેટ્સ

15 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો, ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો લેટેસ્ટ રેટ્સ

    નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો (Petrol Diesel Price) જાહેર થઈ ચૂકી છે. સરકારી ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ 15 દિવસ પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં 16 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ (Diesel Price Today)ની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.40 રૂપિયા પ્રતિ લીટર, તો ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. મૂળે, આંતરરાષ્રીો ય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે.

    માર્ચ મહિનામાં ત્રણ વાર સસ્તા થયા હતા પેટ્રોલ-ડીઝલ

    માર્ચ 2021માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો કરવામાં આવ્યો હતો. 30 માર્ચે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. આ પહેલા 24 અને 25 માર્ચે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા હતા.

    આ પણ વાંચો, Good News: પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે! એક્સાઇઝ ડ્યૂટીમાં થઈ શકે છે ઘટાડો, CBIC ચીફનું મોટું નિવેદન

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 15 April 2021)
    દિલ્હી- પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 96.83 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.43 રૂપિયા અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, CBSE Board Exam News: સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓને લઈ 10 મહત્ત્વના અપડેટ્સ જાણવા જરૂરી


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર