Petrol-Diesel Price Today on 6 July 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે સામાન્ય જનતાને થોડીક રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણની કિંમતોમાં આજે કોઈ વધારો નથી કર્યો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલની કિંમતો સ્થિર છે. આ ઉપરાંત ડીઝલની કિંમતોમાં પણ અનેક દિવસોથી કોઈ ફેરફાર નથી જોવા મળ્યા. દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 99.86 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 89.36 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે.
4 મે બાદથી ઈંધણની કિંમતોમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2021માં પેટ્રોલની કિંમતો અત્યાર સુધીમાં 15 ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિંમતોમાં સ્થિરતા જોવા મળી હતી. ત્યારબાદથી સતત તેજી ચાલુ છે. પેટ્રોલના ભાવ એક વર્ષમાં 19.43 રૂપિયા સુધી વધી ચૂક્યા છે.
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર