Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 13મા દિવસે રાહત મળી, જાણો અમદાવાદ સહિત ગુજરાતના ચાર શહેરોના ભાવ

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 13મા દિવસે રાહત મળી, જાણો અમદાવાદ સહિત ગુજરાતના ચાર શહેરોના ભાવ

  • Share this:
    Petrol Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price Today) જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે શુક્રવારે સતત 13મા દિવસે રાહત મળી છે. દેશની રાજધાની સહિત તમામ શહેરોમાં ઇંધણની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 101.84 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 89.87 રૂપિયા છે. બીજી તરફ, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત 74 ડૉલરની આસપાસ ચાલી રહી છે.

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો, Explained: કેવી રીતે 'પાર્ટ ટાઈમ’ Weather Bloggers ખેડૂતો સુધી હવામાનની સચોટ આગાહી પહોંચાડે છે?

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 30 July 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: