Petrol Diesel Price Today: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આપના શહેરના Rates

Petrol Diesel Price Today: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આપના શહેરના Rates
પેટ્રોલ-ડીઝલના ભાવ 25 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા, ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો આટલો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવ 25 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા, ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો આટલો વધારો

  • Share this:
    નવી દિલ્હીઃ સ્થાનિક બજાર (Domestic Market)ની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં આજે ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil companies)એ આજે પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમા; 19 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો ગુરુવારે પેટ્રોલ 82.66 રૂપિયા પર તો ડીઝલ 72.84 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. પેટ્રોલ-ડીઝલની કિંમો દેશમાં 25 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. જો મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં ભાવ સૌથી વધુ છે. મધ્ય પ્રદેશમાં એક લીટર પેટ્રોલનો ભાવ 90.42 રૂપિયા અને ડીઝલનો ભાવ 80.59 રૂપિયા થઈ ગયો છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 3 December 2020)



    દિલ્હી- પેટ્રોલ 82.66 રૂપિયા અને ડીઝલ 72.84 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 89.33 રૂપિયા અને ડીઝલ 79.42 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 84.18 રૂપિયા અને ડીઝલ 76.41 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 85.59 રૂપિયા અને ડીઝલ 78.24 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, દાવો! ‘ઝીણા’ના નામ પર દારૂની બ્રાન્ડ, Social Media પર શરૂ થઈ બબાલ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ જુઓ, Viral Video: બ્રાઝીલની લૂંટારું ગ્રેંગે 4 બેંકોમાં કરી Robbery, પોલીસથી બચવા રસ્તા પર ઉડાવી નોટો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 03, 2020, 08:14 am