Petrol Diesel Price Today: છેલ્લા 2 વર્ષમાં આજે સૌથી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરના કેટલો વધ્યો ભાવ

Petrol Diesel Price Today: છેલ્લા 2 વર્ષમાં આજે સૌથી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરના કેટલો વધ્યો ભાવ
આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 20 પૈસાનો અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો ઝીંકાયો, આ રાજ્યમાં સૌથી મોંઘું

આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 20 પૈસાનો અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો ઝીંકાયો, આ રાજ્યમાં સૌથી મોંઘું

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price)માં વધારો ઝીંક્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 20 પૈસા તો ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો શુક્રવારે પેટ્રોલ 82.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price) દેશમાં 25 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. અહીં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 90.62 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 80.83 રૂપિયા છે.

    આ કારણે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ



    આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાસાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર 3.56 રૂપિયા. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વાર વધારો કર્યો. આ 15 સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધી હતી.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 4 December 2020)

    દિલ્હી- પેટ્રોલ 82.86 રૂપિયા અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 89.52 રૂપિયા અને ડીઝલ 79.66 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 84.37 રૂપિયા અને ડીઝલ 76.64 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 85.76 રૂપિયા અને ડીઝલ 78.45 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, HDFC Bank પર RBIના પ્રતિબંધનો શું છે અર્થ? ગ્રાહકો પર શું પડશે અસર?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, TIMEની પહેલી ‘કિડ ઓફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 04, 2020, 08:15 am

    ટૉપ ન્યૂઝ