Home /News /business /

Petrol Price Today: રેકોર્ડ હાઇ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, જાણો આજે કેટલો થયો ભાવવધારો

Petrol Price Today: રેકોર્ડ હાઇ પર પહોંચ્યા પેટ્રોલ-ડીઝલ, જાણો આજે કેટલો થયો ભાવવધારો

15 દિવસમાં જ પેટ્રોલ 3.33 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.85 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

15 દિવસમાં જ પેટ્રોલ 3.33 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.85 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

    નવી દિલ્હી. હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. નોંધનીય છે કે, આ મહિનામાં સમયાંતરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ સમયાંતરે 15 દિવસમાં જ પેટ્રોલ 3.33 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. બીજી તરફ ડીઝલ 3.85 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં હાલના સમયમાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

    સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવ (Petrol Price Hike)માં 24 પૈસા અને ડીઝલના ભાવ (Diesel Price Hike)માં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 93.68 રૂપિયા છે. બીજી તરફ, 1 લીટર ડીઝલનો ભાવ 84.61 રૂપિયા છે.

    આ પણ વાંચો, બાબા રામદેવે કહ્યુ- ‘કોઈના બાપમાં તાકાત નથી જે રામદેવને અરેસ્ટ કરી શકે’

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 27 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 93.68 રૂપિયા અને ડીઝલ 84.61 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 99.94 રૂપિયા અને ડીઝલ 91.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 89.39 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 93.72 રૂપિયા અને ડીઝલ 87.46 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, 110 KMની સ્પીડથી પસાર થઈ પુષ્પક એક્સપ્રેસ, ચાંદની રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર