Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઉછાળો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઉછાળો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ
પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: આ અઠવાડિયે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજે શનિવારે પેટ્રોલની કિંમત 82 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે.

  • Share this:
    નવી દિલ્હી: 48 દિવસની સ્થિરતા બાદ આ અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એનો મતલબ એવો છે કે સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ ફરીથી ભાવ વધારાની શરૂઆત કરી દીધી છે. પેટ્રોલના ભાવમાં સતત વધારો થતા દેશની આર્થિક રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે પેટ્રોલની કિંમત 82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 72 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર ઘરેલૂ બજાર પર થઈ રહી છે.

    વધતા ભાવ અંગે નિષ્ણાતોનું શું કહેવું છે?



    નિષ્ણાતોનું માનીએ તો ક્રૂડમાં શૉર્ટ ટર્મમાં તેજી ચાલુ રહેશે, ક્રૂડ ઝડપથી 50 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર આવી શકે છે. કોરોના વેક્સીન અંગે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે તેને લઈને ક્રૂડ માર્કેટને ટેકો મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે ઓપેક (Organization of the Petroleum Exporting Countries) દ્વારા ઉત્પાદનમાં ઘટાડો અને કોરોના રસી અંગે સારા સમાચારને લઈને ક્રૂડ ઓઇલને ટેકો મળી રહ્યો છે.

    28 નવેમ્બરના રોજ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ:

    દિલ્હી: પેટ્રોલ 82.13 રૂપિયા, ડીઝલ 72.13 રૂપિયા પ્રતિ લીટર.
    મુંબઈ: પેટ્રોલ 88.81 રૂપિયા અને ડીઝલ 78.66 રૂપિયા પ્રતિ લીટર.
    કોલકાતા: પેટ્રોલ 83.67 રૂપિયા, ડીઝલ 75.70 રૂપિયા પ્રતિ લીટર.
    ચેન્નાઇ: પેટ્રોલ 85.12 રૂપિયા, ડીઝલ 77.56 રૂપિયા પ્રતિ લીટર.
    નોઇડા: પેટ્રોલ 82.46 રૂપિયા, ડીઝલ 72.54 રૂપિયા પ્રતિ લીટર.
    લખનઉ: પેટ્રોલ 82.38 રૂપિયા, ડીઝલ 72.46 રૂપિયા પ્રતિ લીટર.
    પટના: પેટ્રોલ 84.73 રૂપિયા, ડીઝલ 77.55 રૂપિયા પ્રતિ લીટર.
    ચંદીગઢ: પેટ્રોલ 79.08 રૂપિયા, ડીઝલ 71.88 રૂપિયા પ્રતિ લીટર.

    આ પણ વાંચો: 

    રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ

    નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ જુઓ-

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:November 28, 2020, 08:23 am

    ટૉપ ન્યૂઝ