Home /News /business /

Petrol-Diesel Price Today: પેટ્રોલ આજે ફરી મોંઘું, દેશના 17થી વધુ રાજ્યોમાં કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર

Petrol-Diesel Price Today: પેટ્રોલ આજે ફરી મોંઘું, દેશના 17થી વધુ રાજ્યોમાં કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર

સોમવારે પેટ્રોલ 28 પૈસા મોંઘું થયું છે પરંતુ ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ફટાફટ ચેક કરો આપના શહેરના ભાવ

સોમવારે પેટ્રોલ 28 પૈસા મોંઘું થયું છે પરંતુ ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ફટાફટ ચેક કરો આપના શહેરના ભાવ

    Petrol-Diesel Price Today: આજે 12 જુલાઈએ પેટ્રોલની કિંમતોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ 28 પૈસા મોંઘું થયું છે પરંતુ ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત (Petrol Price Today) 101.19 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ. બીજી તરફ, ડીઝલ (Diesel Price Today) 89.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

    હાલના સમયમાં દેશના લગભગ 17થી વધુ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ રાજ્યોની યાદીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

    આ પણ વાંચો, અડધાથી પણ ઓછી કિંમતે ખરીદો Tata Safari અને Hyundai Creta, અહીં જાણો તમામ ડિટેલ્સ

    દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 12 July 2021)

    દિલ્હી- પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 89.72 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 107.20 રૂપિયા અને ડીઝલ 97.29 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 101.92 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 101.35 રૂપિયા અને ડીઝલ 92.81 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ જુઓ, પીળી સાડી પહેરી યુવતીઓએ કર્યો O Saki Saki પર ધમાકેદાર ડાન્સ, વીડીયો જોઈને તમે પણ કહેશો- WOW!



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन