Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે સર્જયો રેકોર્ડ, ભોપાલમાં 100 રૂપિયાને પાર, જાણો આપના શહેરનો ભાવ

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે સર્જયો રેકોર્ડ, ભોપાલમાં 100 રૂપિયાને પાર, જાણો આપના શહેરનો ભાવ
સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય જનતાની મુશ્કેલીમાં થયો વધારો

સતત આઠમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય જનતાની મુશ્કેલીમાં થયો વધારો

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)એ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓ છેલ્લા એક સપ્તાહથી ઇંધણના ભાવમાં સતત વધારો કરી રહી છે. આજના વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં એક્સપી પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે. બીજી તરફ અનેક શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે. આ ઉપરાંત સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો છે. એવામાં આવનારા દિવસોમાં કિંમતોમાં ઘટાડો થવાના અણસાર નથી.

    દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં 30 પૈસાનો વધારો થયો પ્રતિ લીટરનો ભાવ 89.29 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે ડીઝલ 35 પૈસા મોંઘું થતા તેની કિંમત (Diesel Price Today) 79.70 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.



    આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ફરી એક વાર તેજી જોવા મળી રહી છે. સોમવારે લંડન ક્રૂડ ઓઇલ એક્સચેન્જમાં પ્રારંભિક કારોબાર દરમિયાન WTI ક્રૂડ 0.69 ડૉલર વધીને 60.16 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું. બ્રેંટ ક્રૂડના ભાવમાં પણ તેજીનું જ વલણ છે. તે 0.87 ડૉલર પ્રતિ બેરલ વધીને 63.30 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 16 February 2021)

    દિલ્હી- પેટ્રોલ 89.29 રૂપિયા અને ડીઝલ 79.70 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 95.75 રૂપિયા અને ડીઝલ 86.72 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.54 રૂપિયા અને ડીઝલ 83.29 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 84.77 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, માર્ચમાં કરી રહ્યા છો હનીમૂનનું પ્લાનિંગ, તો ભારતના આ સ્થળોની જરૂર લો મુલાકાત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Nureca IPO: સબસ્ક્રાઈબ કરતા પહેલાં જાણો તેના વિશે કેટલીક મહત્ત્વની બાબતો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 16, 2021, 08:20 am