Petrol-Diesel Price Today: સતત બીજા દિવસે પેટ્રોલ 35 પૈસા મોંઘું થયું, ભાવો હજુ પણ વધવાની આશંકા

પ્રતિકાત્મક તસવીર

ક્રૂડ પ્રોડક્શનને લઈ ઓપેક પ્લસ દેશોની બેઠકમાં સહમતિ ન સધાતા પેટ્રોલ અને ડીઝલની કિંમત હજુ વધશે

  • Share this:
    Petrol-Diesel Price Today on 8 July 2021: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 8 જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ 35 પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price Today) 100.56 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ, ડીઝલમાં 9 પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ (Diesel Price Today) 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.

    હાલના સમયમાં ઈંધણની કિંમતોમાં રાહચ મળવાની આશા ઓછી લાગી રહી છે. ક્રૂડ પ્રોડક્શનને લઈ ઓપેક પ્લસ દેશોની બેઠકમાં સહમતિ નથી સધાઈ. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં તેજી ચાલુ છે. જેથી સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારો ચાલુ રહેવાનું અનુમાન છે.

    આ પણ વાંચો, Jeff Bezos Wealth: અમેઝોનનું CEO પદ છોડ્યું છતાં જેફ બેઝોસની સંપત્તિ અધધ 1,56,98,97,00,00,000 રૂપિયા

    દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 8 July 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 100.56 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 106.59 રૂપિયા અને ડીઝલ 97.17 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 101.36 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 100.54 રૂપિયા અને ડીઝલ 92.53 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, હિમાચલના 6 વાર મુખ્યમંત્રી રહેલા વીરભદ્ર સિંહનું નિધન, IGMCમાં લીધા અંતિમ શ્વાસ

    4 મે બાદથી ઈંધણની કિંમતોમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2021માં પેટ્રોલની કિંમતો અત્યાર સુધીમાં 15 ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિંમતોમાં સ્થિરતા જોવા મળી હતી. ત્યારબાદથી સતત તેજી ચાલુ છે. પેટ્રોલના ભાવ એક વર્ષમાં 19.43 રૂપિયા સુધી વધી ચૂક્યા છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: