Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરના રેટ્સ

Petrol Diesel Rate Today: દેશના આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, ચેક કરો આપના શહેરમાં શું છે ભાવ

Petrol Diesel Rate Today: દેશના આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, ચેક કરો આપના શહેરમાં શું છે ભાવ

  • Share this:
    Petrol Diesel Price, 23 August 2021: પેટ્રોલનો ભાવ (Petrol Price) ઘણા શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે અને અનેક શહેરોમાં તો ડીઝલ (Diesel Price) પણ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુમાં વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ બદલાય છે. સરકારી ઓઇલ કંપનીઓ સવારે 6:00 વાગ્યે નવા ભાવ જાહેર કરે છે અને કંપનીઓએ (Government Oil Companies) સોમવારે નવા ભાવ પણ જાહેર કરી દીધા છે. જો આજના ભાવ પર નજર કરીએ તો ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ, આજે ઈંધણના ભાવ (Fuel Rates)માં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરાયો, જ્યારે રવિવારે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કરાયો હતો.

    રવિવારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 20 પૈસા સુધીનો ઘટાડો થયો હતો, પરંતુ સોમવારે ભાવ સ્થિર છે. એટલે કે તેના રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો. આ પહેલા શનિવારે પણ ભાવમાં કોઈ ફેરફાર નહોતો કરાયો. પરંતુ આ પહેલા ત્રણ દિવસમાં ડીઝલના ભાવ 60 પૈસા સુધી ઘટ્યા હતા. ખાસ વાત એ છે કે રવિવારે જે પેટ્રોલ ભાવ ઘટ્યા હતા, તે લગભગ એક મહિના બાદ ફેરફાર થયો હતો અને તે પણ સસ્તું થયું હતું.

    પેટ્રોલની કિંમત આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર

    રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

    આ પણ વાંચો, Earn Money: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલા Tata Groupના આ શૅરોએ આપ્યું 54% રિટર્ન, શું આપની પાસે છે આ Stocks

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 23 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.66 રૂપિયા અને ડીઝલ 96.64 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.32 રૂપિયા અને ડીઝલ 93.66 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.93 રૂપિયા અને ડીઝલ 92.13 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.64 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.13 રૂપિયા અને ડીઝલ 94.49 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.70 રૂપિયા અને ડીઝલ 89.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: નૌસેનાના શિપયાર્ડમાં ધોરણ-10 પાસ માટે નોકરીની તક, આવી રીતે કરો અરજી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: