Petrol Price Today: છેલ્લા 12 દિવસમાં 11.52 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ, ચેક કરો આજે શું છે ભાવ?

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price Today: જાણો આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • Share this:
    Petrol Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો વધારો નથી કર્યો. દેશની રાજધાની સહિત તમામ મોટા શહેરોમાં ઈંધણની કિંમત સ્થિર છે. બીજી તરફ, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આ સપ્તાહે કાચા તેલની કિંમત વધીને બંધ થઈ છે. સ્થાનિક માર્કેટમાં લગભગ ગત 8 દિવસથી ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા છે.

    મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઇ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 12 દિવસની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 11.52 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

    રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Jan Dhan Account: SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-8થી ધોરણ-10 પાસ માટે બમ્પર સરકારી નોકરીઓ, જાણો તમામ ડિટેલ

    પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 25 July 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: