Petrol Price Today: પેટ્રોલ વધુ મોંઘું થયું, ચેન્નઈ સહિત આ શહેરોમાં પ્રતિ લીટરનો ભાવ 100 રૂપિયાને પાર

પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે પેટ્રોલના ભાવમાં 35થી 40 પૈસાનો ભાવવધારો ઝીંકાયો, ડીઝલની કિંમત સ્થિર રહી, ફટાફટ જાણો આજના રેટ્સ

  • Share this:
    Petrol-Diesel Price Today on 2 July 2021: દેશમાં પેટ્રોલ (Petrol Price Hike)ની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જોકે, ડીઝલની કિંમત (Diesel Price Today) સ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. કોલકાતામાં 40 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો (Crude Oil Rates) વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હળવી રાહત જોવા મળી છે.

    અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં કિંમતો 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ 105 રૂપિયાથી વધારે છે. પટના, ભોપાલ, રાજસ્થાન, જયપુર સહીત અનેક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચ્યું છે.

    આ પણ વાંચો, GR Infraprojectsનો IPO 7 જુલાઈએ ખુલશે, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વાતો

    દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 2 July 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 99.16 રૂપિયા અને ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 105.24 રૂપિયા અને ડીઝલ 96.72 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 100.13 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 99.04 રૂપિયા અને ડીઝલ 92.03 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, મંદિરા બેદીના પતિ રાજ કૌશલના નિધન બાદ સામે આવ્યા તેમના લગ્નના 22 વર્ષ જૂના PHOTOS



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: