Petrol Diesel Price Today: અહીં 3 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ, ચેક કરો આપના શહેરનો ભાવ

પ્રતિકાત્મક તસવીર

Petrol Diesel Price Today: સતત 29મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો, જાણો ગુજરાતના ચાર શહેરોનો ભાવ

  • Share this:
    Petrol Diesel Price Today, 15 August 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજ ફેરફાર સવારે 6 વાગ્યે થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દરો લાગુ થઈ જાય છે. સ્વતંત્રતા દિવસે (Independence Day) પણ સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને ડીઝલના નવા રેટ (Petrol-Diesel Price Today) જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે, આજે ઈંધણની કિંમત (Fuel Rates)માં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. તેની સાથે જ 29 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

    નોંધનીય છે કે, પેટ્રોલ-ડીઝલના આકાશે પહોંચેલા ભાવને જોતાં તમિલનાડુ સરકારે તેની પર લાગનારા ટેક્સમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરી દીધો હતો. તમિલાનાડુના નાણા મંત્રી પી. ત્યાગરાજને રાજ્યના બજેટમાં આ ઘટાડાની જાહેરાત કરી. તમિલનાડુ સરકારના આ પગલા બાદ આશા રાખવામાં આવી રહી છે કે બીજા રાજ્ય પણ ઈંધણના ભાવ પર લાગનારા ટેક્સમાં ઘટાડો કરી શકે છે.

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price in Gujarat: 15 August 2021)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    15 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 15 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Earn Money: નોકરી છોડીને બિઝનેસ કરવાનો પ્લાન છે તો શરૂ કરો આ કારોબાર, દર મહિને થશે 3 લાખ રૂપિયાની કમાણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: