સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે મંગળવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર (Petrol-Diesel Latest Price) કર્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે પરંતુ તેમ છતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત 120 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે. આ બધા વચ્ચે એવી આશંકા સેવાઇ રહી છે કે થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. પરંતુ હાલ પુરતા તો આ ભાવ સ્થિર છે.
આજે મંગળવારના ભાવ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને મુંબઇમાં પેટ્રોલ 109.27 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યુ છે. માર્કેટના જાણકાર લોકોના જણાવ્યા મુજબ, આતંરરાષ્ટ્રીય બજારમાં મોંઘા ક્રૂડ ઓઇલ અને દેશમાં હાઇ ઇંફ્લેશનના કારણે સરકાર હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાને લઇને અસમંજસમાં છે.
તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જઈને તમારે RSP અને તમારો સિટી કોડ લખવો પડશે અને તેને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને IOCLની વેબસાઇટ પરથી મળશે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર