Home /News /business /

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો, જાણો આજે કેટલું થયું મોંઘું

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો, જાણો આજે કેટલું થયું મોંઘું

પ્રતિકાત્મક તસવીર

છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં 60 પૈસા અને ડીઝલના ભાવમાં 69 પૈસાનો વધારો ઝીંકાયો

    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)માં વધારાનો સિલસિલો આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government oil companies) આજે પણ ફ્યૂઅલ પ્રાઇઝ (Fuel Price)માં વધારો કર્યો છે. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. બીજી તરફ ડીઝલ (Diesel Price Today)ની વાત કરીએ તો તે 81.42 રૂપિયા પ્રતિ લીટર છે.

    ત્રણ દિવસમાં 60 પૈસા મોંઘું થયું પેટ્રોલ

    ત્રણ દિવસમાં વધારા બાદ પેટ્રોલ 60 પૈસા સુધી મોંઘું થઈ ગયું. મંગળવારે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે તેના ભાવમાં 19 પૈસાનો વધારો થયો અને આજે 25 પૈસાનો વધારો થયો છે. આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો ત્રણ દિવસમાં તેના ભાવમાં 69 પૈસાનો વધારો ઝીંકાયો છે.

    આ પણ વાંચો, સ્મશાનમાં 12 કલાકની ડ્યૂટી કરતાં પોલીસકર્મીએ દીકરીના લગ્ન ટાળ્યા, કહ્યુ- હું આ સમયે જશ્ન કેવી રીતે મનાવી શકું

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 6 May 2021)

    દિલ્હી- પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.42 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 97.34 રૂપિયા અને ડીઝલ 88.49 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.14 રૂપિયા અને ડીઝલ 84.26 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.90 રૂપિયા અને ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Sarkari Naukri : સરકારી નોકરી કરવાની સુવર્ણ તક, 74 હજાર રૂપિયા પગાર, જાણો ડિટેલ



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર