નવી દિલ્હી. આજે સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ(IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી. (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લી.એ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જોકે, સતત ચોથા દિવસે ભાવમાં કોઈ બદલાવ કરાયો નથી. દિલ્હીમાં આજે ડીઝલની કિંમત 81.47 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઇ શકે છે ઘટાડો
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે નાણાં મંત્રાલય હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અંગે વિચારી રહ્યું છે. જેના કારણે સામાન્ય માણસને રાહત મળશે. છેલ્લા 12 મહિનામાં મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે વખત ટેક્સ વધાર્યો છે. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સૌથી નીચા સ્તરે હોવા છતાં સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલ માટે મોટી કિંમત ચૂકવવી પડી હતી.
દરરોજ 6 વાગ્યે ભાવ બદલાય છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
હવે SMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરીને 9224992249 નંબર પર SMS મોકલો. દરેક શહેરનો કોડ IOCLની વેબસાઇટ પરથી મેળવી શકાશે. જ્યારે BPCL ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPrice લખીને 9222201122 મેસેજ મોકલીને પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર