Home /News /business /

Petrol Price Today: આ રાજ્યએ પેટ્રોલમાં પ્રતિ લિટર 25 રૂપિયાના ઘટાડાની કરી જાહેરાત, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Petrol Price Today: આ રાજ્યએ પેટ્રોલમાં પ્રતિ લિટર 25 રૂપિયાના ઘટાડાની કરી જાહેરાત, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol Price Today, 30 December 2021: સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિડેટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યાં છે. જાણીએ દેશના વિવિધ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત.

    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલે (Indian oil corporation) પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત (Petrol Diesel Price Today 30 December 2021) જાહેર કરી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 95.41 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ઝારખંડ સરકારે (Jharkhand government) બુધવારે એટલે કે 29મી ડિસેમ્બરના રોજ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 25 રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

    ઝારખંડ સરકારે પેટ્રોલની કિંમત ઘટાડી

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) 29મી ડિસેમ્બરના રોજ મોટરસાઇકલ અને સ્કૂટર ચાલકો માટે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 25 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવો ભાવ 26મી જાન્યુઆરી, 2022ના રોજથી અમલી બનશે. ઝારખંડની રાજધાની રાંચીમાં હાલ પેટ્રોલની કિંમત 98.52 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લીટર છે.

    હેમંત સોરેનનું ટ્વીટ

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને લખ્યું છે કે,"પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી રહી છે. જેની સીધી અસર ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર પડી છે. આથી સરકાર ટુ-વ્હીલર ધારકોને પેટ્રોલમાં પ્રતિ લીટર 25 રૂપિયાની રાહત આપશે. આ લાભ 26મી જાન્યુઆરીથી શરૂ થશે."

    હાલ કયા શહેરમાં પેટ્રોલ સૌથી સસ્તું?

    ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલની કિંમત એક શહેરથી બીજા શહેરમાં અલગ અલગ હોય છે. હાલ વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘું 112 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. ડીઝલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં 77.13 રૂપિયા પ્રતિ લીટર જ્યારે શ્રીગંગાનગરમાં 95.26 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. આ ઉપરાંત નોઇડાની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલ સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત (Petrol-Diesel price, 30-12-2021)

    >> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો: GST rules: 1 જાન્યુઆરીથી બદલાઈ જશે GSTના નિયમ, જાણો તમારા પર શું અસર પડશે

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.

    Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.

    Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.

    Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: 1 January 2022: 1 જાન્યુઆરીથી બદલાશે આ નિયમો, ATMમાંથી પૈસા ઉપાડવાનું બનશે મોંઘું

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, Jharkhand, Oil, Petrol

    આગામી સમાચાર