Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે શું થયો ફેરફાર, ફટાફટ ચેક કરો

અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે, ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના ભાવ

અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે, ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજના ભાવ

  • Share this:
    નવી દિલ્હી. દેશના તમામ શહેરોમાં હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Rate) રેકોર્ડ હાઈ પર પહોંચી ચૂક્યા છે. મે મહિનામાં સમયાંતરે થયેલા ભાવવધારાના કારણે અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. આજે સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. નોંધનીય છે કે, સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price)માં 27 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત (Diesel Price)માં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં 17 દિવસમાં જ પેટ્રોલ 4.17 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. બીજી તરફ ડીઝલના ભાવમાં પણ 4.60 રૂપિયાનો વધારો જોવા મળ્યો.

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 2 June 2021)

    દિલ્હી- પેટ્રોલ 94.49 રૂપિયા અને ડીઝલ 85.38 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 100.72 રૂપિયા અને ડીઝલ 92.69 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 95.99 રૂપિયા અને ડીઝલ 90.12 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 94.50 રૂપિયા અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, 6 કરોડ નોકરીયાત વર્ગને મોદી સરકારની મોટી ગિફ્ટ! PF ખાતામાં આવશે વધુ નાણા, ચેક કરો ડિટેલ

    આ શહેરોમાં પેટ્રોલનો ભાવ ઓલટાઇમ હાઇ

    >> જયપુરમાં પેટ્રોલ 101.02 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 105.52 રૂપિયા અને ડીઝલ 98.32 રૂપિયા પ્રતિ લીટર
    >> મધ્ય પ્રદેશના રીવમાં પેટ્રોલ 104.82 રૂપિયા અને ડીઝલ 95.95 રૂપિયા પ્રતિ લીટર
    >> મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પેટ્રોલ 105.18 રૂપિયા અને ડીઝલ 96.28 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, Unlock India: સરકારે નક્કી કર્યા અનલૉકના નિયમ, કહ્યું- કોરોનાની ત્રીજી લહેરને રોકવી જરૂરી



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: