Petrol Diesel Price: સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Petrol Diesel Price: સતત 10મા દિવસે કિંમતમાં ફેરફાર નહીં, જાણો તમારા શહેરમાં આજનો ભાવ
પ્રતિકાત્મક તસવીર

ગત એક મહિનામાં જોઈએ તો સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં કિંમતમાં થોડો થોડો ઘટાડો શરૂ રહ્યો હતો. પરિણામે મહિનાના અંતે ડીઝલની કિંમતમાં 3.10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો હતો.

  • Share this:
    નવી દિલ્હી: દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં છેલ્લા દિવસોમાં સુધારો શરૂ થયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની અસર જોવા મળતી નથી. આ કારણે આજે પણ પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નૉવેરિયન ઑઇલ એન્ડ ગેસ એસોસિએશન (Norwegian oil & gas association) અને મજૂર યુનિયન વચ્ચે સમાધાનની આશા વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ સુધરી ગયો હતો. પરંતુ કોવિડ 19નો પ્રકોપ ઓછો ન થતાં ભાવ ફરીથી તૂટી ગયો છે. જોકે, ઘરેલૂ બજાર પર તેની કોઈ અસર જોવા મળથી નથી. સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 81.06 રૂપિયા અને ડીઝલ (Diesel Price)ની કિંમત 70.46 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

    સપ્ટેમ્બરમાં 1.19 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ



    ઓગસ્ટના બીજા પખવાડિયાથી જ પેટ્રોલની કિંમતમાં વધારો શરૂ થયો હતો, જે ગત સપ્ટેમ્બર મહિના સુધી શરૂ રહ્યો હતો. જો દિલ્હીની વાત કરવામાં આવે તો અહીં 13 વખત ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 1.65 રૂપિયા વધી હતી. જોકે, 10 સપ્ટેમ્બર પછી તેમાં થોડો થોડો ઘટાડો શરૂ થયો હતો અને ગત મહિને તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થયો હતો.

    આ પણ વાંચો: ધોનીની પાંચ વર્ષની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનાર આરોપી કચ્છથી ઝડપાયો

    એક મહિનામાં ડીઝલ 3.10 રૂપિયા સસ્તું થયું

    ગત એક મહિનામાં જોઈએ તો સરકારી ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં કિંમતમાં થોડો થોડો ઘટાડો શરૂ રહ્યો હતો. પરિણામે મહિનાના અંતે ડીઝલની કિંમતમાં 3.10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો હતો.

    તમારા શહેરનો ભાવ


























































    શહેરનું નામ પેટ્રોલ/ પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર
    દિલ્હી 81.06 70.46
    મુંબઈ 87.74 76.86
    ચેન્નાઈ 84.14 75.95
    કોલકાતા 82.59 73.99
    નોઇડા 81.58 71
    રાંચી 80.73 74.58
    બેંગલુરુ 83.69 74.63
    પટના 83.73 76.1
    ચંદીગઢ 77.99 70.17
    લખનઉ 81.48 70.91

    (સ્ત્રોત: IOC SMS)

    આ રીતે જાણો તમારા શહેરનો ભાવ

    પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે અપડેટ થાય છે. પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ (How to check diesel petrol price daily) તમે SMSથી પણ મેળવી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સ્પેસ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીએસએનએલ ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલીને ભાવ મેળવી શકે છે. HPCL ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર એસએમએસ મોકલીને ભાવની જાણકારી મેળવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:October 12, 2020, 07:48 am

    ટૉપ ન્યૂઝ