Petrol-Diesel Price Today: આંચકો! રવિવારે ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પ્રતીકાત્મક તસવીર

દેશના લગભગ 11 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ, જાણો આપના શહેરમાં કયા ભાવે વેચાય છે પેટ્રોલ અને ડીઝલ

  • Share this:
    Petrol-Diesel Price Today on 4 July 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) ઈંધણની કિંમતોમાં વધારો કરી દીધો છે. હાલના સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 99.51 રૂપિયા અને ડીઝલનો ભાવ (Diesel Price Today) 89.36 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, દેશના લગભગ 11 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

    નોંધનીય છે કે, આ 11 રાજ્યોની યાદીમાં રાજસ્થાન, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ અને લદાખ છે. દેશભરમાં સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મળી રહ્યું છે.

    આ પણ વાંચો, આપની પાસે 20 રૂપિયાની આ નોટ છે તો પરત કરીને મેળવો હજારો રૂપિયા, આવી રીતે મેળવો નફો

    દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 4 July 2021)

    દિલ્હી- પેટ્રોલ 99.51 રૂપિયા અને ડીઝલ 89.36 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 105.58 રૂપિયા અને ડીઝલ 96.91 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 100.44 રૂપિયા અને ડીઝલ 93.91 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 99.45 રૂપિયા અને ડીઝલ 92.27 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, LICએ લૉન્ચ કર્યો Saral Pension પ્લાન, 6 મહિના બાદ લઈ શકો છો લોન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Rates) રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: