Home /News /business /

Petrol/Diesel Price Today: ગાડીની ટાંકી ભરાવવી થઇ વધારે મોંઘી, ચેક કરો આજનો ભાવ

Petrol/Diesel Price Today: ગાડીની ટાંકી ભરાવવી થઇ વધારે મોંઘી, ચેક કરો આજનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા 12 દિવસમાં, અત્યાર સુધીમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.69 નો વધારો જોવા મળ્યો છે.

    એક દિવસની સ્થિરતા પછી આજે પેટ્રોલ-ડીઝલ (પેટ્રોલ-ડીઝલ) ના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. સરકારી તેલ કંપનીઓએ ફરીથી બળતણના ભાવમાં વધારો કર્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયા છે. ઈન્ડિયન ઓઇલના (Indian Oil) જણાવ્યા અનુસાર, આજે પેટ્રોલના (Petrol Price Today) ભાવમાં 15થી 17 પૈસા અને ડીઝલના (Diesel Price Today)ભાવમાં 25-29 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ વધારા પછી રાજધાનીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 93.21 રૂપિયા અને ડીઝલની કિંમત 84.07 રૂપિયા પર પહોંચી ગઈ છે.

    છેલ્લા 12 દિવસમાં, અત્યાર સુધીમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.69 નો વધારો જોવા મળ્યો છે. જો આપણે ડીઝલની વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન, ડીઝલની કિંમત 12 દિવસમાં 3.07 રૂપિયા વધી ગઈ છે.

    રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો ખતરો! દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં પણ ઇન્જેક્શનની અછત

    23 મેના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 23 May 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 93.21 રૂપિયા અને ડીઝલ 84.07 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 99.49 રૂપિયા અને ડીઝલ 91.30 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 94.86 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 93.27 રૂપિયા અને ડીઝલ 86.91 રૂપિયા પ્રતિ લીટર

    Taukte વાવાઝોડામાં ગુમ થયેલું બાર્જ પી-305 દરિયા કિનારેથી મળ્યું, લાપતા સભ્યોની તપાસ ચાલુ



    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Diesel prices, Petrol Price Today, Petrol prices, ભારત

    આગામી સમાચાર