Home /News /business /Petrol-Diesel Price Today: ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આસમાને પહોંચેલા ભાવ

Petrol-Diesel Price Today: ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આસમાને પહોંચેલા ભાવ

દોઢ મહિનાના સમયગાળામાં પેટ્રોલના ભાવમાં 7.18 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.45 રૂપિયાનો વધારો ઝીંકાયો

દોઢ મહિનાના સમયગાળામાં પેટ્રોલના ભાવમાં 7.18 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.45 રૂપિયાનો વધારો ઝીંકાયો

Petrol-Diesel Price Today, 22 June 2021: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી તેજી જોવા મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) એક દિવસની સ્થિરતા બાદ ઈંધણના ભાવોમાં વધારો કરી દીધો છે. પેટ્રોલની કિંમત (Petrol Price Today)માં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ (Diesel Price Today) પણ 26 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ ગયું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતો (Crude Oil Rates)માં હળવો ઘટાડો જોવા મળ્યો છે. આજના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 88.23 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

નોંધનીય છે કે, 4 મે બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલ 7.18 રૂપિયા પ્રતિ લીટ ર અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પણ પાર છે.

આ શહેરોમાં 100 રૂપિયાને પાર છે પેટ્રોલ

>> રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 108.67 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર
>> મધ્ય પ્રદેશના અનૂપ શહેરમાં પેટ્રોલ 108.30 રૂપિયા અને ડીઝલ 99.31 રૂપિયા પ્રતિ લીટર
>> મહારાષ્ટ્રના પરભનીમાં પેટ્રોલ 104.73 રૂપિયા અને ડીઝલ 95.31 રૂપિયા પ્રતિ લીટર
>> ભોપાલમાં પેટ્રોલ 105.72 રૂપિયા અને ડીઝલ 96.93 રૂપિયા પ્રતિ લીટર
>> બેંગલુરુમાં પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 93.54 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, Honda Activa 125 પર મળી રહ્યું છે 3,500 રૂપિયાનું કેશબેક, જાણો કેવી રીતે મળશે ફાયદો

ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 22 June 2021)

દિલ્હી- પેટ્રોલ 97.50 રૂપિયા અને ડીઝલ 88.23 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 103.63 રૂપિયા અને ડીઝલ 95.72 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 98.65 રૂપિયા અને ડીઝલ 92.83 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 97.38 રૂપિયા અને ડીઝલ 91.08 રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો, Maruti આવતા મહિનાથી કારોની કિંમતમાં કરશે વધારો, કંપનીએ આપ્યું આ મોટું કારણ

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

આ પણ વાંચો, Maruti આવતા મહિનાથી કારોની કિંમતમાં કરશે વધારો, કંપનીએ આપ્યું આ મોટું કારણ

" isDesktop="true" id="1107315" >

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:

Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત