Home /News /business /

Petrol Diesel Price Today: આજે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરમાં કેટલો ઘટ્યો ભાવ

Petrol Diesel Price Today: આજે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરમાં કેટલો ઘટ્યો ભાવ

પ્રતિકાત્મક તસવીર

Petrol Diesel Price Today: વાહનની ટાંકી ફુલ કરાવતા પહેલા જાણી લો આજે પેટ્રોલ અને ડીઝલ કેટલું સસ્તું થયું

    Petrol Diesel Price, 24 August 2021: દેશની સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) મંગળવાર (24 ઓગસ્ટ, 2021)ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કરાયો છે. જો આજના ભાવ પર નજર કરીએ તો ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ની વેબસાઇટ મુજબ, ઈંધણની કિંમતો (Fuel Rates)માં અલગ-અલગ શહેરોના હિસાબથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

    પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કેટલો થયો ઘટાડો?

    નવા રેટના હિસાબથી રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ (Petrol Price Today)માં 15 પૈસાનો ઘટાડો થયો છે. બીજી તરફ, ડીઝલના ભાવ (Diesel Price Today)માં પણ 15 પૈસા ઘટાડો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ, ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. પેટ્રોલ 14 પૈસા અને ડીઝલ 16 પૈસા સસ્તું થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો અને ભારે ભરખમ ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 24 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.20 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 91.98 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 89.49 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 104.98 રૂપિયા અને ડીઝલ 94.34 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.56 રૂપિયા અને ડીઝલ 89.29 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.66 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, EPFO: નોકરીયાતોને મળી રહ્યો છે પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો, ભરવું પડશે માત્ર એક ફોર્મ

    આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

    આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

    આ પણ વાંચો, Earn Money: IPO બજારમાં જોરદાર હલચલ, Insurance Sectorની આ ત્રણ કંપનીઓ લાવી રહી છે આઇપીઓ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Diesel, Diesel Price, Petrol, Petrol price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन