Home /News /business /

Petrol-Diesel Price: ડરવાની જરૂરી નથી! પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે સામાન્ય વધારો

Petrol-Diesel Price: ડરવાની જરૂરી નથી! પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે સામાન્ય વધારો

પેટ્રોલ-ડીઝલ કિંમત (પ્રતીકાત્મક તસવીર)

Fuel prices hike: એચડીએફસી બેન્કના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે ક્રૂડના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.15થી રૂ. 20નો વધારો થઈ શકે છે.

  નવી દિલ્હી: રશિયા અને યુક્રેન (Russian-Ukraine War) વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા (Fuel prices will rise)ની ભીતિ સેવાઇ રહી છે. વિશ્વભરમાં એનર્જી (Energy)ના ભાવમાં ઉછાળાની વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર, સ્ટેટ-રન ફ્યુલ રીટેલર્સ ચાર મહિનાના વિરામ બાદ ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલના નવા દૈનિક ભાવો ફરી બહાર પાડશે. જોકે, ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને જોતાં ઈંધણના રીટેલર્સ ગ્રાહકો માટે કેટલી કિંમત રાખશે તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.

  ક્રૂડ ઓઇલની કિંમત

  24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, તે પછી ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ 14 વર્ષની ટોચે $139.13 પ્રતિ બેરલની નજીક પહોંચ્યો હતો. જોકે, ત્યારથી કિંમતો થોડી ઠંડી પડી ગઈ છે, બુધવારે બ્રેન્ટમાં $122 પર હતો.

  બીજી તરફ સોમવારે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઇ હોવાથી વિશ્લેષકોએ શંકા વ્યક્ત કરી છે કે, ઓઇલના ભાવ કોઈપણ દિવસે વધી શકે છે. જોકે, ગ્લોબલ એનર્જીના ભાવમાં થયેલા વધારાને કારણે ગ્રાહકોના રોજીંદા વધતા ખર્ચમાં વધારો થશે અને માંગમાં ઘટાડો થશે. જેના કારણે ફુગાવાને અંકુશમાં લેવા માટે સેન્ટ્રલ બેંકને વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પણ પડી શકે છે.

  લાઇવમિન્ટના અહેવાલ પ્રમાણે સરકાર સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, સરકાર ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને આંતરરાષ્ટ્રીય તેલની વધતી કિંમતોનો થોડો બોજ ઉઠાવી શકે છે. આ ઉપરાંત જ્યારે ઇંધણ રીટેલર્સ ખર્ચમાં વધારાનો એક ભાગ લઇ લે છે, ત્યારે ગ્રાહકોએ થોડી વધુ ચૂકવણી કરવી પડી શકે છે. આ ફટકો ઘટાડવા માટે સરકાર ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. ગ્રાહકો પરની અસરને મર્યાદિત કરવા માટે રાજ્યોને પણ ઈંધણ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ઘટાડવા માટે કહેવામાં આવી શકે છે.

  અધિકારિક ટિપ્પણી કરવાનો ઇન્કાર

  આ ઘટનાક્રમથી પરીચિત એક એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે જ્યારે ઓઇલ મિનિસ્ટ્રીએ ડ્યુટીમાં ઘટાડો કરવાનો પક્ષ મૂક્યો છે. તો સરકાર નિર્ણય લેતા પહેલા ક્રૂડના ભાવનું વલણ કેવું છે તે જોવા માટે થોડો વધુ સમય રાહ જોઈ શકે છે. ઓઇલ મિનિસ્ટ્રીના પ્રવક્તાને ઈમેલ કરવામાં આવેલા પ્રશ્નો પ્રેસ ટાઇમ સુધી જવાબ વિહોણા હતા. જ્યારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

  એચડીએફસ બેંકનું અનુમાન

  એચડીએફસી બેન્કના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે ક્રૂડના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.15થી રૂ. 20નો વધારો થઈ શકે છે. નામ ન જણાવવાની શરતે એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, “આગલા પખવાડિયા માટે વૈશ્વિક ઉત્પાદનના ભાવની સરેરાશ તરીકે માપવામાં આવતા ઇંધણના છૂટક વેચાણ પર OMCsની અંડર-રિકવરી લગભગ રૂ. 12 પ્રતિ લિટર છે.” ઉદ્યોગના અંદાજ મુજબ, વૈશ્વિક ક્રૂડના ભાવમાં $1નો વધારો થવાથી દેશમાં છૂટક ઈંધણના ભાવમાં લગભગ 45-50 પૈસાનો વધારો થવો જોઈએ.

  આ પણ વાંચો: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ મહત્ત્વના

  સરકાર કરમાં ઘટાડો કરી શકે

  એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, OMCs આશા છે કે સરકાર કરમાં ઘટાડો કરશે, જેથી વર્તમાન ક્વાર્ટરમાં નુકસાનને ઘટાડી શકાશે. ગયા વર્ષે નવેમ્બરમાં ડ્યુટી કટની જાહેરાત કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી હાલમાં અનુક્રમે રૂ. 27.9 પ્રતિ લિટર અને રૂ. 21.8 પ્રતિ લિટર છે. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે હાલમાં જ પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ભાવમાં ફેરફાર અટકાવવામાં આવ્યો હતો અને હવે ભાવમાં વધારો થશે.

  સરકારના હસ્તક્ષેપ વિના ઇંધણના રીટેલર્સને કિંમતો નક્કી કરવાની મંજૂરી આપવા છતાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો જ્યારે વૈશ્વિક ભાવમાં વધારો થયો છે ત્યારે સ્થિર રહી છે. ભારત તેની તેલની જરૂરિયાતના 80%થી વધુ આયાત કરે છે.

  આ પણ વાંચો: 16 માર્ચ પહેલા 12 રૂપિયા વધી શકે છે પેટ્રોલ-ડીઝલની કિંમત

  દિલ્હીમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  જૂન 2017માં દૈનિક ભાવમાં સુધારો શરૂ થયો, ત્યારથી આ સૌથી લાંબી અવધિ છે ઇંધણના છૂટક દરો યથાવત છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પેટ્રોલની છૂટક કિંમત રૂ. 95.41 પ્રતિ લિટર પર યથાવત હતી. જ્યારે ડીઝલ રૂ. 86.67 પ્રતિ લિટર વેચાઈ રહ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હળવો થવાની આશા બાદમાં જણાવ્યું હતું કે, તે હવે નાટોનું સભ્યપદ મેળવવા માંગતું નથી અને અત્યંત અસ્થિર ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ શાંતિ આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Crude oil, Diesel, Petrol

  આગામી સમાચાર