Petrol Diesel Price Today: દેવદિવાળીએ મળી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલના આજના ભાવ

દેવદિવાળીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કરાયો, ફટાફટ જાણી લો આજના Rates

દેવદિવાળીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કરાયો, ફટાફટ જાણી લો આજના Rates

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ સોમવારે દેવદિવાળીના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. એવામાં દેશની રાજધાની સહિત તમામ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધ્યા. નોંધનીય છે કે ગત એક સપ્તાહથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના કારણે સામાન્ય જનતાને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ દેવ દિવાળીએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર ન થવાથી જનતાને થોડી રાહત મળી છે.

    ઉલ્લેખનીય છે કે, 48 દિવસની શાંતિ બાદ ગત એક સપ્તાહથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. જેના કારણે રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી ચીજો પણ મોંઘી થઈ ગઈ હતી. બીજી તરફ સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર ન થવાના કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 82.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ (Diesel Price Today) 72.42 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી મળશે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 30 November 2020)

    દિલ્હી- પેટ્રોલ 82.34 રૂપિયા અને ડીઝલ 72.42 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 89.02 રૂપિયા અને ડીઝલ 78.97 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 83.87 રૂપિયા અને ડીઝલ 75.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 85.31 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Goldના ભાવમાં 8,000 રૂપિયા અને Silverમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો કેવો રહેશે ટ્રેન્ડ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, સરહદ વિવાદની વચ્ચે ચીને વધારી ભારતની ચિંતા! બ્રહ્મપુત્ર નદી પર ડેમનું કરશે નિર્માણ

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: