Home /News /business /

Petrol Diesel Price: મુંબઈમાં પેટ્રોલ 120 રૂપિયાને પાર, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ ભાવ

Petrol Diesel Price: મુંબઈમાં પેટ્રોલ 120 રૂપિયાને પાર, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ ભાવ

પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર

Petrol Diesel Price Today: ઓઇલ કંપનીઓએ ક્રૂડ ઓઇલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ ઉપર જતાં નુકસાન સરભર કરવા માટે તાબડતોબ કિંમતમાં વધારો શરૂ કર્યો છે. 16 દિવસમાં 14 વખત ભાવમાં વધારો કરવામાં આવી ચૂક્યો છે.

    મુંબઇ. Petrol Diesel Prices: ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price) પણ 80-80 પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ 22મી માર્ચથી ભાવ વધારાની શરૂઆત કરી હતી. જે બાદમાં અત્યારસુધી પેટ્રોલમાં 10.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. જોકે, આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Price today)માં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

    ઓઇલ કંપનીઓએ દેશની રાજધાની નવી દિલ્હી (Petrol price New Delhi) સહિત દેશના ચાર મહાનગરોમાં અને મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 105.41 રૂપિયા પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol Price) 120.51 રૂપિયા છે. ઓઇલ કંપનીઓએ ક્રૂડ ઓઇલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ ઉપર જતાં નુકસાન સરભર કરવા માટે તાબડતોબ કિંમતમાં વધારો શરૂ કર્યો છે. 16 દિવસમાં 14 વખત ભાવમાં વધારો કરવામાં આવી ચૂક્યો છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત


    – દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર

    અન્ય શહેરમાં ભાવ


    – નોઇડા પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર
    – પટના પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો:  આ 14 સ્ટૉક્સ સતત ત્રણ ત્રિમાસિકથી આપી રહ્યા છે છપ્પરફાડ રિટર્ન

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    – અમદાવાદ પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર
    – સુરત પેટ્રોલ 104.87 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર
    – વડોદરા પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
    – રાજકોટ પેટ્રોલ 104.71 રૂપિયા અને ડીઝલ 99.12 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં વધાર્યો હિસ્સો, શું તમારી પાસે છે?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CNG, Crude oil, Diesel, LPG, Petrol

    આગામી સમાચાર