Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર, જાણો ગુજરાતના મુખ્ય શહેરમાં આજનો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની વધથી કિંમત (Petrol-Diesel Price)થી હાલ સામાન્ય લોકોને રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારે નથી કર્યો. આજે શનિવારે (7 ઓગસ્ટ) ભાવમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલની કિંમત છેલ્લા 16 દિવસથી જેમની તેમ છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price in Delhi Today) 101.84 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. બીજી તરફ, મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. નોંધનીય છે કે, ગત એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: અમદાવાદ: સસરાએ મર્સિડીઝ કાર ન લઈ આપતા જમાઈએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાનું બંધ કરી દીધું!

    7 ઓગસ્ટ, 7 પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 7 August 2021)

    >> દિલ્હી – પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ – પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ – પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા – પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ – પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.50 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી – પેટ્રોલ 96.68 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ – પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના – પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ – પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: ઉત્તરાખંડ હાઇકોર્ટ સમક્ષ આવ્યો કાયદાની દ્રષ્ટીએ ખૂબ જ રસપ્રદ કેસ, મા બનવા પત્નીએ જેલમાં બંધ બળાત્કારી પતિના માંગ્યા જામીન

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આ પણ વાંચો: આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: