Petrol Diesel price: આજે પણ પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, જાણો આપના શહેરના Rates

Petrol Diesel price: આજે પણ પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા, જાણો આપના શહેરના Rates
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બે વર્ષ બાદ ફરી આસમાને, જાણો કેમ વધી રહી છે કિંમતો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બે વર્ષ બાદ ફરી આસમાને, જાણો કેમ વધી રહી છે કિંમતો

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel price)માં રવિવાર પણ વધારો કર્યો છે. આજે સતત 14મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલના ભાવમાં 29 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 83.41 રૂપિયા થઈ ગયો છે, જ્યારે એક લીટર ડીઝલ માટે 73.61 રૂપિયા ખર્ચ કરવા પડશે. નોંધનીય છે કે આ સપ્ટેમ્બર 2018 બાદથી પેટ્રોલ અને ડીઝલ માટે ઉચ્ચતમ દર છે.

    બે વર્ષ બાદ દિલ્હીમાં પેટ્રોલ 83 રૂપિયાને પાર



    નોંધનીય છે કે, ઓપેક (OPEC+) દેશોએ જાન્યુઆરીમાં ઓપેક દેશોએ જાન્યુઆરીથી ઉત્પાદનમાં 5 લાખ બેરલના વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતમાં વધારો થયો છે. બે વર્ષથી પણ વધુ સમયમાં આ પહેલી વખત છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83 રૂપિયાથી ઉપર ગયો છે. તે સપ્ટેમ્બર 2018 બાદ પેટ્રોલ અને ડીઝલના સૌથી વધુ ભાવ છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 6 December 2020)

    દિલ્હી- પેટ્રોલ 83.41 રૂપિયા અને ડીઝલ 73.61 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 90.05 રૂપિયા અને ડીઝલ 80.23 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 84.90 રૂપિયા અને ડીઝલ 77.81 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 86.25 રૂપિયા અને ડીઝલ 78.97 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, આ દેશના લોકોને આપવો પડે છે સૌથી વધુ ટેક્સ, જાણો ભારત કેટલા નંબર પર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Corona Vaccine Update: ફાઇઝરે ભારત પાસે પોતાની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 06, 2020, 08:48 am

    ટૉપ ન્યૂઝ