Home /News /business /

Petrol Diesel Price Today: 13 દિવસમાં 8 રૂપિયાનો થયો વધારો, જાણો પેટ્રોલ-ડીઝલની આજની વધેલી કિંમત

Petrol Diesel Price Today: 13 દિવસમાં 8 રૂપિયાનો થયો વધારો, જાણો પેટ્રોલ-ડીઝલની આજની વધેલી કિંમત

13 દિવસમાં 8 રૂપિયાનો થયો વધારો

Petrol Diesel Price 3re April: ગુજરાતના ચાર શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રુપિયાને પાર થયા છે.

    અમદાવાદ: તેલ કંપનીઓએ આજે ​​ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price Today) વધારો કર્યો છે. આજે પેટ્રોલની કિંમત 75 થી 84 પૈસા વધી છે, તો ડીઝલની કિંમત પણ 76 થી 85 પૈસા વધી છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 103.41 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. 12 દિવસમાં 10મી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે.

    મુંબઈમાં પેટ્રોલની કિંમત 118.41 રૂપિયા અને ડીઝલની કિંમત 102.64 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 113.03 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 97.82 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ 108.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.04 રૂપિયા પ્રતિ લીટર છે.

    સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવા દેતા ન હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે, છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

    આ પણ વાંચો - Hariom Pipe Industries IPO: હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો આઈપીઓ સંબંધિત તમામ વિગત

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

    – દિલ્હી પેટ્રોલ 103.41 રૂપિયા અને ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લીટર

    – મુંબઈ પેટ્રોલ 118.41 રૂપિયા અને ડીઝલ 102.64 રૂપિયા પ્રતિ લીટર

    – ચેન્નાઈ પેટ્રોલ 108.96 રૂપિયા અને ડીઝલ 99.04 રૂપિયા પ્રતિ લીટર

    – કોલકાતા પેટ્રોલ 113.03 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    – અમદાવાદ પેટ્રોલ 103.07 રૂપિયા અને ડીઝલ 97.35 રૂપિયા પ્રતિ લીટર

    – સુરત પેટ્રોલ 102.94 રૂપિયા અને ડીઝલ 97.25 રૂપિયા પ્રતિ લીટર

    – વડોદરા પેટ્રોલ 102.72 રૂપિયા અને ડીઝલ 97.02 રૂપિયા પ્રતિ લીટર

    – રાજકોટ પેટ્રોલ 102.83 રૂપિયા અને ડીઝલ 97.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો - Investment Planning: શું તમે પણ કરી રહ્યા છો રોકાણનું પ્લાનિંગ? આ છ જગ્યા પર પૈસા રહેશે સુરક્ષિત

    આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે

    જણાવી દઈએ કે, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર