Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol-Diesel Price Today: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બહુ ઝડપથી ઘટાડો થવાની આશા છે. આજે સતત 14માં દિવસે પેટ્રોલની કિંમત સ્થિર રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની (Petrol-Diesel Price Today)ની નવી કિંમત જાહેર થઈ ગઈ છે. આજે સતત 14માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. આજે રાજધાની દિલ્હી (Delhi petrol price)માં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ (Mumbai petrol price) 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે.

    ઉલ્લેખનીય છે કે મે મહિના પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારે જોવા મળ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ આશરે 11.52 રૂપિયા સુધી મોંઘું થયું છે. મેથી લઈને જુલાઈ સુધી ઇંધણની કિંમતમાં સતત વધારો થતો રહ્યો છે.

    આ પણ વાંચો: SBI Yono Lite app: ઓનલાઇન બેન્કિંગને વધુ સુરક્ષિત બનાવશે આ ફીચર

    પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price on 31 July 2021)

    શહેર પેટ્રોલ (રૂ. પ્રતિ લીટર) ડીઝલ (રૂ.પ્રતિ લીટર)

    શહેર ----- પેટ્રોલ ----- ડીઝલ (રૂ.પ્રતિ લીટર)
    દિલ્હી ----- 101.84 --------- 89.87
    મુંબઈ ----- 107.83 ----------97.45
    ચેન્નાઈ ----- 101.49 --------- 94.39
    કોલકાતા ---102.08 ---------93.02
    ભોપાલ -----10.20 ----- ---- 98.67
    રાંચી -------96.68----- ------94.84
    બેંગલુરુ -----105.25 ----- --95.26
    પટના ------104.25 ----- --- 95.57
    ચંદીગઢ ---- 97.93 ----- ----89.50
    લખનઉ ---- 98.92 - ----- ---90.26

    રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

    ઝડપથી સસ્તુ થઈ શકે છે પેટ્રોલ

    પેટ્રોલ-ડીઝલ (Petrol price today)ની કિંમતમાં બહુ ઝડપથી ઘટાડો થવાની આશા છે. રવિવારે ઓપેલ સમૂહ વચ્ચે થયેલી બેઠક બાદ આશા રાખવામાં આવી રહી છે કે પેટ્રોલ બહુ ઝડપથી સસ્તું થશે. આ બેઠકમાં પૂર્ણ સહમતિ થઈ છે કે પાંચ OPEC અને એક બિન ઓપેલ દેશ ઓગસ્ટમાં કાચા તેલનું ઉત્પાદન વધારશે. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટશે.

    આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: