Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી થયો ઘટાડો, જાણો કેટલું થયું સસ્તું

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી થયો ઘટાડો, જાણો કેટલું થયું સસ્તું
માર્ચ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ઘટાડો, આપના શહેરના ભાવ જાણવા કરો માત્ર એક ક્લિક

માર્ચ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ઘટાડો, આપના શહેરના ભાવ જાણવા કરો માત્ર એક ક્લિક

  • Share this:
    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) તરફથી આજે ચાર દિવસ બાદ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો (Petrol Diesel Price Reduce) કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ (Petrol Price Today) 22 પૈસા અને ડીઝલ (Diesel Price Today) 23 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું. આ ઘટાડા બાદ દિલ્હીમાં મંગળવારે પેટ્રોલનો ભાવ 90.56 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 80.87 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા તથા ડીઝલની કિંમત 87.96 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, આ પહેલા 24 અને 25 માર્ચે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા હતા. આ બે દિવસના ઘટાડાથી દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું હતું.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 30 March 2021)



    દિલ્હી- પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 96.98 રૂપિયા અને ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.77 રૂપિયા અને ડીઝલ 83.75 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.58 રૂપિયા અને ડીઝલ 85.88 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ઈરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ, રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝના 4 ખેલાડી અત્યાર સુધી થઈ ચૂક્યા છે સંક્રમિત

    ફેબ્રુઆરી મહિનામાં આટલા થયું હતું મોંઘું

    ગત મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે સ્થાનિક ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 4થી 5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો હતો. પરંતુ 26 ફેબ્રુઆરી બાદ ક્રૂડનો ભાવ 8 ડૉલરથી પણ વધી ગયો છે, પરંતુ આ દરમિયા ન માત્ર 27 ફેબ્રુઆરીએ જ સામાન્ય વધારો કરાયો હતો.

    આ પણ વાંચો, માત્ર 15,000 રૂપિયામાં શરૂ કરો તુલસીની ખેતી, થશે લાખો રૂપિયાની કમાણી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલ (Indian Oil)ના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 30, 2021, 08:15 am

    ટૉપ ન્યૂઝ