Petrol Price Today: દિલ્હી-કોલકાતામાં 100 રૂપિયા નજીક પહોંચ્યું પેટ્રોલ, જાણો તમારા શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

Petrol Price Today: શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા પ્રતિ લીટર થયું હતું. જ્યારે ડીઝલની કિંમત 89.18 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં આજે આ જ ભાવે પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત (Petrol-Diesel Price) દરરોજ સવારે છ વાગ્યાથી લાગૂ કરવામાં આવે છે. આજે ઓઇલ કંપનીઓએ સવારે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખી છે. એટલે કે આજે શુક્રવારની જ કિંમતો લાગૂ રહેશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હી (Delhi Petrol price)માં પેટ્રોલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટર વધારો થયો હતો. જ્યારે કોલકાતા (Kolkata Petrol price)માં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 40 પૈસાનો વધારો થયો હતો. આ રીતે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા પ્રતિ લીટર થયું હતું. જ્યારે ડીઝલની કિંમત 89.18 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં આજે આ જ ભાવે પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.

    ત્રણ જુલાઈ, 2021ના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price on 3 July 2021)

    >> દિલ્હી - પેટ્રોલ 99.16 રૂપિયા અને ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ - પેટ્રોલ 105.24 રૂપિયા અને ડીઝલ 96.72 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ- પેટ્રોલ 100.13 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા - પેટ્રોલ 99.04 રૂપિયા અને ડીઝલ 92.03 રૂપિયા પ્રતિ લીટર
    >> જયપુર - પેટ્રોલ 105.91 રૂપિયા અને ડીઝલ 98.29 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ -પેટ્રોલ 96.31 રૂપિયા અને ડીઝલ 89.59 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ - પેટ્રોલ 107.43 રૂપિયા અને ડીઝલ 97.93 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના - પેટ્રોલ 101.21 રૂપિયા અને ડીઝલ 94.52 રૂપિયા પ્રતિ લીટર
    >> રાંચી- પેટ્રોલ 94.62 રૂપિયા અને ડીઝલ 94.12 રૂપિયા પ્રતિ લીટર
    >> રીવા- પેટ્રોલ 109.65 રૂપિયા અને ડીઝલ 99.98 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ - પેટ્રોલ 102.48 રૂપિયા અને ડીઝલ 94.54 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'

    અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલ કિંમત:

    ત્રીજી જુલાઈના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 95.98 રૂપિયા પ્રતિ લીટર છે. ગત દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. નવી કિંમત દરરોજ છ વાગ્યા લાગૂ થાય છે.

    આ પણ વાંચો: નાગ-નાગણીની પ્રણયક્રીડા : જવલ્લેજ જોવા મળતી ઘટનાનો વીડિયો ખેડૂતે મોબાઈલમાં કર્યો કેદ

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: ઓછા સમય અને રોકાણમાં કમાણીની મોટી તક- જાણો વિગત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: