Petrol diesel price today: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરીથી વધારો, જાણો ગુજરાતમાં મુખ્ય શહેરમાં આજનો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol diesel price today: પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે.

  • Share this:
    નવી દિલ્હી: વર્ષની શરૂઆતથી સરકારી ઓઇલ કંપનીઓ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. આજે (Petrol diesel price today 2nd October) ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દેવામાં આવી છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 98.94 રૂપિયા થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 97.47 રૂપિયા છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

    આ સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત હવે 110 રૂપિયાને પાર થઈ ગઈ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 25 પૈસા જ્યારે ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. આંકડા જોઈએ તો સૌથી મોંઘુ પેટ્રોલ મધ્ય પ્રદેશના સિવની (113.28 રૂપિયા પ્રતિ લીટર) અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં (113.01 રૂપિયા પ્રતિ લીટર) વેચાઇ રહ્યું છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 2nd October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 102.14 રૂપિયા અને ડીઝલ 90.47 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 108.19 રૂપિયા અને ડીઝલ 98.16 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.80 રૂપિયા અને ડીઝલ 95.02 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.77 રૂપિયા અને ડીઝલ 93.57 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.94 રૂપિયા અને ડીઝલ 97.35 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 97.20 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.48 રૂપિયા અને ડીઝલ 97.01 રૂપિયા પ્રતિ લીટર

    આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

    નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: