Petrol-Diesel Price Today: સતત 11મા દિવસે સ્થિર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ, ફટાફટ ચેક કરો આજના રેટ

ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાંથી ક્યાં વેચાઈ રહ્યા છે સૌથી મોંઘા પેટ્રોલ-ડીઝલ? જાણો આજનો ભાવ

ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાંથી ક્યાં વેચાઈ રહ્યા છે સૌથી મોંઘા પેટ્રોલ-ડીઝલ? જાણો આજનો ભાવ

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)માં સતત 11મા દિવસે કોઈ રાહત નથી મળી. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં કિંમતોમાં કોઈ ફેરફાર નથી. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત (Petrol Price Today) 101.84 રૂપિયા અને ડીઝલ (Diesel Price Today) 89.87 રૂપિયા છે. બીજી તરફ, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત 74 ડૉલરની આસપાસ ચાલી રહી છે.

    મે મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 42 દિવસમાં પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા સુધી મોંઘું મળી રહ્યું છે. નોંધનીય છે કે મે મહિનાથી લઈને જુલાઈ સુધી સમયાંતરે ઇંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

    રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, ખુશખબર! ટૂંક સમયમાં સસ્તી થશે દાળ, સરકારે લીધો આ મોટો નિર્ણય

    પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 28 July 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, LPG સિલિન્ડર રિફિલ કરાવવામાં ચાલશે ગ્રાહકોની મરજી, મોદી સરકારે શરૂ કરી નવી સુવિધા


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: