Home /News /business /

Petrol-Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું થયો ફેરફાર

Petrol-Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું થયો ફેરફાર

રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે, જાણી લો આપના શહેરના રેટ્સ

રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે, જાણી લો આપના શહેરના રેટ્સ

    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર નથી કર્યો. બંને ઈંધણના ભાવ 26 મેના રોજ સ્થિર છે. કાલે પેટ્રોલના ભાવમાં 23થી 25 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડીઝલના ભાવમાં લગભગ એટલો જ વધારો ઝીંકાયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 93.44 રૂપિયા છે. બીજી તરફ, એક લીટર ડીઝલનો ભાવ (Diesel Price Today) 84.32 રૂપિયા છે.

    રોજ સવારે 6 વાગ્યે કિંમત થાય છે જાહેર

    નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જાહેર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય બાબતો જોડ્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે.

    આ પણ વાંચો, Bank Holidays: જૂન મહિનામાં બેંકો ક્યારે-ક્યારે બંધ રહેશે? ઘરેથી નીકળતા પહેલા ચેક કરી લો લિસ્ટ

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 26 May 2021)

    દિલ્હી- પેટ્રોલ 93.44 રૂપિયા અને ડીઝલ 84.32 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 99.71 રૂપિયા અને ડીઝલ 91.57 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 95.06 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 93.49 રૂપિયા અને ડીઝલ 87.16 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ઈરફાન પઠાણની પત્નીની તસવીર પર થયો વિવાદ, કહ્યુ- ‘હું તેનો માલિક નથી, સાથી છું’


    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર