25 સપ્ટેમ્બર: ડીઝલની કિંમતમાં ફરી વધારો કરાયો, જાણો અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરમાં આજનો ભાવ

ડીઝલની કિંમતમાં વધારો કરાયો.

Petrol Diesel Price today, 25 September 2021: સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોનાને કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે અને ઉપરથી મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે (Petrol Diesel Price, 25th September 2021) ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. આજે ડીઝલની કિંમતમાં 20થી 25 પૈસા પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Diesel price) હાલ રેકોર્ડ સ્તર પર છે.

    આ વધારા સાથે આજે નવી દિલ્હી (New Delhi Petrol-Diesel price today)માં એક લીટર પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈ (Mumbai Petrol price today)માં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.62 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત 91.92 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 93.46 રૂપિયા પ્રતિ લીટર છે.

    ઉલ્લેખનીય છે કે 18 દિવસ પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરાયો છે. આ પહેલા ઇંધણની કિંમતમાં 5 સપ્ટેમ્બરના રોજ ફેરફાર કરાયો હતો. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 15-15 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં અનેક શહેરમાં પટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. જેના પગલે જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ્સમાં ડીઝલનો ઉપયોગ થતો હોવાથી ભાડું વધી રહ્યું છે. જેના પગલે ચીજવસ્તુઓનો ભાવ વધી ગયો છે.

    ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 25th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.41 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.46 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.62 રૂપિયા અને ડીઝલ 91.92 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (goodreturns વેબસાઇટ પ્રમાણે)

    >> અમદાવાદ - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 95.57 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.07 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 97.80 રૂપિયા અને ડીઝલ 95.49 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.64 રૂપિયા અને ડીઝલ 95.32 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: