Home /News /business /

Petrol-Diesel Price: સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આજે કેટલો છે ભાવ

Petrol-Diesel Price: સતત બીજા દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આજે કેટલો છે ભાવ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા બે દિવસમાં સરેરાશ પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું, જાણો આપના શહેરના આજના Rates

    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી આજે સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 20 પૈસા અને પેટ્રોલ 21 પૈસા સસ્તું થયું છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 90.78 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ (Diesel Price Today) 81.10 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.20 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલ 37 પૈસા સસ્તું થયું છે.

    ફેબ્રુઆરી મહિનામાં આટલા થયું હતું મોંઘું

    ગત મહિને 10 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરીની વચ્ચે સ્થાનિક ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 4થી 5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો હતો. પરંતુ 26 ફેબ્રુઆરી બાદ ક્રૂડનો ભાવ 8 ડૉલરથી પણ વધી ગયો છે, પરંતુ આ દરમિયા ન માત્ર 27 ફેબ્રુઆરીએ જ સામાન્ય વધારો કરાયો હતો.

    આ પણ વાંચો, સાસુ બનીને પુત્રવધૂએ 16 વર્ષ સુધી લીધું પેન્શન, એક નાની ચૂકથી ખુલી ગઈ પોલ

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 25 March 2021)

    દિલ્હી- પેટ્રોલ 90.78 રૂપિયા અને ડીઝલ 81.10 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 97.19 રૂપિયા અને ડીઝલ 88.20 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.98 રૂપિયા અને ડીઝલ 83.98 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.77 રૂપિયા અને ડીઝલ 86.10 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, પહેલી એપ્રિલથી મોંઘા થઈ જશે Escortsના ટ્રેક્ટર

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર