Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો કિંમતમાં કેટલો વધારો થયો?

પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel price today 24 July 2021: ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Price)માં કોઈ વધારો નથી કર્યો. છેલ્લા એક અઠવાડિયાથી ભાવ સ્થિર છે.

  • Share this:
    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ અઠવાડિયાના અંતિમ દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today)ની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે રાજધાની દિલ્હી (Delhi petrol price)માં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ (Mumbai petrol price) 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે.

    એપ્રિલ પછી પેટ્રોલની કિંમત 39 વખત અને ડીઝલની 36 વખત વધી

    આ વર્ષે એપ્રિલ મહિના પછી અત્યારસુધી પેટ્રોલની કિંમત 39 વખત વધી છે. જ્યારે ડીઝલની કિંમત 36 વખત વધી છે. જેના પગલે દેશના અનેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. વિપક્ષના સવાલ પર સરકારે લોકસભામાં આ જાણકારી આપી છે. આ દરમિયાન પેટ્રોલની કિંમતમાં એક વખત અને ડીઝલની કિંમતમાં બે વખત ઘટાડો પણ કરવામાં આવ્યો હતો.

    રાજ્યના ચાર મુખ્ય શહેરમાં ભાવ (Petrol Diesel Price Gujarat)

    >> અમદાવાદ - પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો, આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યા

    પેટ્રોલ-ડીઝલ ભાવ (Petrol Diesel Price on 24 July 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.69 રૂપિયા અને ડીઝલ 90.26 રૂપિયા પ્રતિ લીટર
    >> પટના પેટ્રોલ 104.57 રૂપિયા અને ડીઝલ 95.81 રૂપિયા પ્રતિ લીટર
    >> ભોપાલ પેટ્રોલ 110.20 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા પ્રતિ લીટર
    >> જયપુર પેટ્રોલ 108.71 રૂપિયા અને ડીઝલ 99.02 રૂપિયા પ્રતિ લીટર
    >> ગુરુગ્રામ પેટ્રોલ 99.46 રૂપિયા અને ડીઝલ 90.47 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર આ બેંકો આપી રહી છે સૌથી વધારે વળતર

    19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આ પણ વાંચો: કઈ બેંકમાંથી મળશે સૌથી ઓછા દરે ગોલ્ડ લોન? લોન લેતા પહેલા કરી લો એક નજર

    ઝડપથી સસ્તુ થઈ શકે છે પેટ્રોલ

    પેટ્રોલ-ડીઝલ (Petrol price today)ની કિંમતમાં બહુ ઝડપથી ઘટાડો થવાની આશા છે. રવિવારે ઓપેલ સમૂહ વચ્ચે થયેલી બેઠક બાદ આશા રાખવામાં આવી રહી છે કે પેટ્રોલ બહુ ઝડપથી સસ્તું થશે. આ બેઠકમાં પૂર્ણ સહમતિ થઈ છે કે પાંચ OPEC અને એક બિન ઓપેલ દેશ ઓગસ્ટમાં કાચા તેલનું ઉત્પાદન વધારશે. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટશે.

    આ પણ વાંચો: રોકાણની શરૂઆત કઈ ઉંમરથી કરવી અને શા માટે? જાણો રોકાણને લગતા કેટલાક મંત્ર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: ઝોમાટોની સફળતાની કહાની: કેવી રીતે શરૂ થઈ કંપની, કેવી રીતે આવ્યો વિચાર, કોણ છે સ્થાપક?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: