Petrol Price Today: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, ફટાફટ ચેક કરો નવો ભાવ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Petrol-Diesel Price Today: સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ (Petrol & diesel Price)ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

  • Share this:
    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના (Petrol & diesel Price) ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. આજે શનિવારે (Petrol diesel rates on 21 august) પેટ્રોલ અને ડીઝલ (Petrol price)ની કિંમત સ્થિર છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી ડીઝલની કિંમત (Diesel Price)માં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે પેટ્રોલના ભાવ સતત એક મહિનાથી સ્થિર છે. ઉલ્લેખનીય છે કે ડીઝલમાં શુક્રવારે 20 પૈસાનો ઘટાડો થયો હતો. સતત ચોથા દિવસે ઘટાડા બાદ ડીઝલની કિંમતમાં કુલ 60 પૈસા જેટલો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ પ્રમાણે આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.47 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. ઓઇલ કંપનીઓએ છેલ્લે 17 જુલાઈના રોજ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 21 August 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.27 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 96.84 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.47 રૂપિયા અને ડીઝલ 93.84 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 92.32 રૂપિયા પ્રતિ લીટર
    >> નોઇડા પેટ્રોલ 99.02 રૂપિયા અને ડીઝલ 89.78 રૂપિયા પ્રતિ લીટર
    >> બેંગલુરુ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 94.65 રૂપિયા પ્રતિ લીટર
    >> લખનઉ પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.61 રૂપિયા પ્રતિ લીટર
    >> ચંદીગઢ પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 88.93 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત: (Gujarat Petrol Diesel price Today)

    અમદાવાદમાં પેટ્રોલ ₹ 98.54 પ્રતિ લીટર, ડીઝલ ₹ 96.08 પ્રતિ લીટર
    રાજકોટમાં પેટ્રોલ ₹ 98.25 પ્રતિ લીટર, ડીઝલ ₹ 96.08 પ્રતિ લીટર
    વડોદરામાં પેટ્રોલ ₹ 98.09 પ્રતિ લીટર, ડીઝલ ₹ 95.63 પ્રતિ લીટર
    સુરતમાં પેટ્રોલ ₹ 98.39 પ્રતિ લીટર, ડીઝલ ₹ 95.97 પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

    દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: